સ્વામિનારાયણ સમરો સદા શાંતિ થશે રે; ૨/૨

પદ-૨/૨
પદ-૧૫૦
સ્વામિનારાયણ સમરો સદા શાંતિ થશે રે;
શાન્તિ થશે રે જન્મ મરણ જશે રે.સ્વામિ.ટેક
જેનો મહિમા મુનિવર ગાયે, વચનામૃતમાં વંચાયે,
વળી વેદ વિષે વખણાયે;
વ્રતપુરીમાં આજ પ્રભુ તેજ વસે રે.સ્વામિ.૧
તે સાથે સગપણ કીધું, સંપૂરણ શરણું લીધું,
તન મન ધન અર્પણ કીધું;
ત્રિકાળ માંહી કાળ તેને કેમ ડશે રે.સ્વામિ.૨
જેને સહજાનંદજી મળીયા, તેનાં ભવના ફેરા ટળિયા,
વળી દુઃખના દિવસ વળિયા;
પૂર્વ ભવનાં પુન્ય તેનાં અધિક હશે રે.સ્વામિ.૩
કહે દાસ નારાયણ ધારી, મૂર્તિ એ મંગળકારી;
જેણે અંતરમાં ઉતારી;
તેનાં ત્��િવિધી તાપ પાપ ખાસ ખશે રે.સ્વામિ.૪

મૂળ પદ

સ્વામિનારાયણ ચરણ શરણ શાન્તિ કરણ રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી