પ્રભુ વિના બીજે નહિ રાગ, તેનું નામ કહ્યો છે વૈરાગ; ૧/૧

પદ-૧(રાગ :ચોપાઇ)
પદ-૧૫૨
પ્રભુ વિના બીજે નહિ રાગ, તેનું નામ કહ્યો છે વૈરાગ;
પિંડ બ્રહ્માંડમાં નહિ પ્રીત, પ્રભુ વિના તે જાણે અનિત્ય.૧
લોક ભોગ માયાના અનેક, તેમાં રૂચે નહિ મન છેક;
ધન ધામ ધરા સુત નાર, તેમાં રૂચી ન હોય લગાર.૨
એવા તિવ્ર વૈરાગ્યવાન, જાણે જગતને ઝેર સમાન;
હરિ વિના બીજું દુઃખ રૂપ, દેખે એજ વૈરાગ્ય અનુપ.૩
એવો વૈરાગ જેહને મન, તેનાં માત પિતાને છે ધન્ય;
એવા ભકત સદા હરિ પાસ, રહે કહે નારાયણદાસ.૪

મૂળ પદ

પ્રભુ વિના બીજે નહિ રાગ, તેનું નામ કહ્યો છે વૈરાગ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી