પલમાં મરી જાવું માનવી, મેલી મંદિર મહોલજી;૩/૬

પદ-૩/૬
પદ-૧૫૫
પલમાં મરી જાવું માનવી, મેલી મંદિર મહોલજી;
થશે ઉજ્જડ એક પલકમાં, કરશે કુત્તા કાગા રોળજી.જરૂર.૧
જમની ફોજો જ્યારે આવશે, રોકી રહે દશ દ્વારજી;
વચમાં ઘાલીને વિમુખને, મારે માર અપારજી.જરૂર.૨
પ્રિય પુત્ર લાગ્યા પૂછવા, બોલો એકવાર બાપજી;
દ્રવ્ય દેખાડો દાટ્યું હોય તો, કરતાં વણજ અમાપજી.જરૂર.૩
રૂપાળી ત્રિયા લાગી રડવા, અમને કોનો આધારજી;
અધવચ મેલીને ક્યાં હાલિયા, મારા ભડ ભરતારજી.જરૂર.૪
પુત્ર નારીનો પૂરણ પાંસલો, તેને બંધાણા પ્રાણજી;
વેદના વધી રે વિજોગની, જીવ લઇ ચાલ્યા જમરાણજી.જરૂર.૫
ચાર જણા લઇ ચાલશે, જોવા આવશે લોકજી;
મનહર નારી માથું કૂટશે, પુત્ર મેલશે પોકજી.જરૂર.૬
દાટી કે બાળી ઘેર આવશે, સંબંધી સહુ કોઇજી;
વળતાં વાલાને વિસારશે, વાત હોનારી તે હોયજી.જરૂર.૭
કઠણ વખત અંતકાળની, તેમાં કોણ કરે સાયજી;
નારાયણદાસના નાથજી, ભજે ભવ દુઃખ જાયજી.જરૂર.૮

મૂળ પદ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી