અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;૪/૬

 પદ-૧૫૬

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
ધનરે દોલત દારા દિકરા, મેલી મરી જવું ખાસજી.                અંતે.૧
છત્રપતિ તે ચાલી ગયા, રાજ મુકીને રાજનજી;
હજારો અધિપતિ આગળે, ગયા છોડી સદનજી.                     અંતે.૨
અયુત હસ્તિ ઝૂલે આંગણે, ઘોડા ઊંટ અપારજી;
એવા રે મરી ગયા માનવી , જાતાં લાગી નહિ વારજી.            અંતે.૩
નોબત નગારાં તે ગડગડે, સદા શરણાઇ ઢોલજી;
એવા રે મરી ગયા માનવી, મૂકી સોનાના મોલજી.                  અંતે.૪
રંગિત મોલ રળીયામણા, બહુ બંગલા ને બાગજી;
એવા રે ગયા જખ મારતા, ગાતા છત્રીશ રાગજી.                    અંતે.૫
ફૂલાં ખોશીને ફરે ફાંકડા, આંજતા નિત્ય આંખજી;
વરણાગી કરતા તે વહિ ગયા, રણમાં થઇ ગયા રાખજી.          અંતે.૬
શૈયા પલંગે પોઢતા, જમતા વિધ વિધ અન્નજી;
એવારે મરી ગયા માનવી, મહા રૂપ રતનજી.                          અંતે.૭
એવી દશા જ્યારે આવશે, ત્યારે કોણ કરે સહાયજી;
નારાયણદાસના નાથજી, ભજે ભવ દુઃખ જાયજી.                     અંતે.૮
 

મૂળ પદ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી