દેખ દેખ કાયા માયા તારી કુડીરે, ૨/૩

પદ-૨/૩
પદ-૧૬૦
દેખ દેખ કાયા માયા તારી કુડીરે,
જશે આકડાનાં તુર પેર ઉડીરે.દેખ.ટેક.
પાન પીપળાનું ફરફર ફરે રે, વાયે વાયુ ને ખરખર ખરે રે;
એમ કલિયુગના માનવી મરે રે.દેખ.૧
કાચ કોરો પત્થર પર તૂટે રે, ધિકતી તાવીયે ધાણી ફૂટેરે;
એમ તારી આવરદા ખૂટે રે.દેખ.૨
જોને જુઠી માયાની મૂડીરે, રાજા નંદની માયા બુડીરે;
ગઇ રાવણની લંકા ઉડીરે.દેખ.૩
સાચા સંતને શરણ જાનેરે, મુખે ગોવિંદના ગુણ ગાનેરે;
નારણદાસ કહે નિર્મળ થાને રે.દેખ.૪

મૂળ પદ

દેખ દેખરે દિલમાં વિચારી દેહ તારો, છે નર્કથી ખુબ નઠારોરે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી