રાવણ રોળાયો રણમાં કુંભકરણ જેનો ભાઇ; ૧/૧

પદ-૧(રાગ :શ્રી હરિ વહેલા પધારજો)

પદ-૧૬૨
રાવણ રોળાયો રણમાં કુંભકરણ જેનો ભાઇ;
પરનારીના અભિલાષથી લાગી લંકામાં લાય.રાવણ.ટેક.
હિરણ્યકશિપુ અતિ બળી જીવવા કીધું જતન;
પિડા કરી પ્રહલાદને પલમાં થયો તે પતન.રાવણ.૧
દુર્યોધને બહુ દુભિયા પાંચે પાંડવ વીર;
દુષ્ટમતિ દયા હિણને કૃષ્ણે મરાવ્યો ઠેર.રાવણ.૨
કંસનો વંશ કાઢ્યો કાનજી દંતવક્ર શિશુપાળ;
ભકત દ્રોહી ભવ હારીયા શ્રીપતિએ કિધા સંહાર.રાવણ.૩
ગર્વ ગંજન તે ગોવિંદ છે ઉતારી દે અભિમાન;
નારણદાસના નાથને ભાવે ભજો ભગવાન.રાવણ.૪

મૂળ પદ

રાવણ રોળાયો રણમાં કુંભકરણ જેનો ભાઇ;

મળતા રાગ

શ્રી હરિ વહેલા પધારજો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી