પ્રભુ વિના કોણ છે તારો બેલીરે, ૧/૨

પદ-૧/૨ (રાગ : નારાયણ નામ લેને તું પ્રાણીરે.)

પદ-૧૬૩

પ્રભુ વિના કોણ છે તારો બેલીરે,

હવે આવી છે વખત છેલ્લી.પ્રભુ વિના.ટેક.

જમ લેવા અચાનક આવેરે, સાથે મુદગળ ને મોગરી લાવેરે;

તેને મારતાં કોણ મુકાવે.પ્રભુ.૧

એક બાજુ કરે જમ જોરરે, બીજી બાજુ કરે સગાં શોરરે;

પડ્યો વચમાં તે જીવ અઘોર.પ્રભુ.૨

આંખો ઉઠી ને જીભ ઝલાણીરે, નવ બોલાય મુખથી વાણીરે;

નવ ઉતરતું ગળે પાણી.પ્રભુ.૩

મહાદુઃખ કહ્યું નવ જાયે રે, કોટી વિંછીની વેદના થાયેરે;

ત્યારે કોણ થાયે તારી સહાયે.પ્રભુ.૪

અંતકાળનું દુઃખ અપારરે, પ્રભુ વિના કરે કોણ વ્હારરે;

દાસ નારાયણ કહે નિરધાર.પ્રભુ.૫

મૂળ પદ

પ્રભુ વિના કોણ છે તારો બેલીરે,

મળતા રાગ

નારાયણ નામ લેને તું પ્રાણીરે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી