જોબન તારું જાય છે જોને જાગીરે, ૨/૨

પદ-૨/૨

પદ-૧૬૪

જોબન તારું જાય છે જોને જાગીરે,

ત્રિયા ધનમાં રહ્યો અનુરાગી.જોબન.ટેક.

તારી કાયા તે તો કરમાશેરે, ધન જોબન તે વહી જાશેરે;

અંતકાળે ફજેતી થાશરે.જોબન.૧

સુત દારા ને સંપત્ત સારીરે, તેને તજીને કરવી તૈયારીરે.

મેલી જાવું છે જોને વિચારી.જોબન.૨

આજ અવસર આવ્યો અમુલ્યરે, મળ્યો દેહ ચિંતામણી તુલ્યરે;

તારી ભાગશે ભવની ભૂલ્ય જોબન.૩

તજી આળસ તતપર થાનેરે, સાચા સંતને શરણે જાનેરે;

મુખે ગોવિંદના ગુણ ગાને.જોબન.૪

ભજે ભાવ ધરી અવિનાશેરે , ઘણા મુવા ને તું મરી જાશેરે;

સત્ય કહે નારાયણદાસે.જોબન.૫

મૂળ પદ

પ્રભુ વિના કોણ છે તારો બેલીરે,

મળતા રાગ

નારાયણ નામ લેને તું પ્��ાણીરે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી