જરી વિચાર કરી અંતરમાં જોને તું શું છે તારુ;૧/૧

પદ-૧/૧(રાગ :હરિભજન થકી છોટા હોય તે)
પદ-૧૬૫
 
જરી વિચાર કરી અંતરમાં જોને તું શું છે તારુ;કોણ બેઠા ઠરી મરી ગયા બહુ કરતાં મારું મારુ. ટેક.
જોને ક્રોડ પતિ તે મરવાના, અધિકારી નથી ઉગરવાના;તો સાધારણ શું કરવાના. જરી.૧
સંસ્કારે સંબંધી સૌ કા'વે, થૈ અવધી સહુ ઉઠી જાવે;તેમાં હર્ષ શોક શીદને લાવે. જરી.૨
જેમ ગાડીમાં ભેગું ભળવું, આવે સ્ટેશન ત્યાં ઉતરવું;એટલા સારુ શીદ વઢી મરવું. જરી.૩
જેમ પરદેશી પરોણા આવે, કરી મિજમાની ચાલ્યા જાવે;એવું સંસારી સગપણ કા'વે.  જરી.૪      
જેમ વ્રુક્ષ ઉપર પક્ષી આવે, ત્યાં બેસીને શાંતિ પાવે;થાય પ્રભાત સૌ ઉડી જાવે. જરી.૫
જેવું ખેતરમા જઇ બી વાવે, તેવું પાકે ઘેર લણી લાવે;એમ સંસ્કારે સુખ દુઃખ આવે. જરી.૬
જો ઇરછો અંતર સુખ થાવા, તો મુકી દો મનના દાવા;કહે નારણદાસ હરિગુણ ગાવા. જરી.૭

મૂળ પદ

જરી વિચાર કરી અંતરમાં જોને તું શું છે તારુ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી