જોને વિચારી જીવ માંય, મુરખા જોને વિચારી જીવ માંય; ૧/૧

પદ-૧/૧ (રાગ :ડરમા તું દિલ સાથ છોકરા)
પદ-૧૬૬
જોને વિચારી જીવ માંય, મુરખા જોને વિચારી જીવ માંય;
તારી આગળે શી ગતિ થાય.મુરખા.ટેક.
ચાલી જુવાની અચાનક છાની, વાતો પછી કહેવાશે મરવાની;
આવશે ફોજ ખરી જમડાની,
દશે દરવાજા રોકી વચ્ચે ઘાલે, માર મારીને બાંધી લઇ ચાલે;
(જમ દુતને નથી જ મેહર, લઇ જશે સંયમની શહેર)
તારાં સગાં કરે હાય હાય.મુરખા.૧
જમડા પકડશે ખરો માર પડશે, લોહ જંજીરા ધડોધડ જડશે;
ત્યારે અધર્મીની આંખ ઉઘડશે;
આજ માને નહિ મહા મદ ભરિયો, આગળ આવશે દુઃખનોદરિયો
(હવે શી છે તેની વાર, માટે કરો વિચાર)
નથી ત્યાં અવર બીજો ઉપાય.મુરખા.૨
લોચન ફોડે ત્વચાને તોડે, ઢીંચણ ઘૂંટણ ભાંગે હથોડે;
કાલાવાલા કરે તોયે ન છોડે;
એવા કઠણ જમ કિંકર કાકા, નહિ છેતરાય પૂરણ એ છે પાકા;
શામળિયા વિણ કોણ સહાય.મુરખા.૩
મહાદુઃખ થાશે કલ્પ વહી જાશે, પ્રભુ ભજ્યા વિના નહિ ટળે ત્રાસે;
સાચું માનો કહ્યું નારણદાસે;
દામને વામ કશું કામ નાવે, પ્રભુ ભજ્યા વિના દુઃખ ન જાવે;
(અમુલખ ટાણું ન મળે ખરચે નાણું)
જપી લ્યો સુખસાગર જગરાય.મુરખા.૪

મૂળ પદ

જોને વિચારી જીવ માંય, મુરખા જોને વિચારી જીવ માંય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી