ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;૧/૪

પદ-૧/૪(રાગ:ઘડપણે કેણ મોકલ્યું)
પદ-૧૬૭
ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;
તજે તન જોબન અભિમાન, અવસર આવો નહિ મળે.ટેક
ફરિ ફરિ તો નહિ મળેરે, હરિ ભજવાનો લાગ;
પલમાં દેહ પડી જશે રે, તારી કેડે તે ઉડશે કાગ.અવ.૧
સંપત્ત દારા છોકરાંરે, વળી કુટુંબ ને પરિવાર;
અંતે અળગાં થઇ જશે રે, એતો સ્વારથીઓ સંસાર.અવ.૨
મોંઘો દેહ મનુષ્યનોરે, નાવે બીજીવાર;
ઘડી જાય છે લાખનીરે, તમે ભાવે ભજો કીરતાર.અવ.૩
ભવાબ્ધિમાં બુડતાં રે, નૌકા છે હરિ નામ;
હેત કરો હરિદાસમાંરે, તે તો ઠરવાનું પૂરણ ઠામ.અવ.૪
પંચ ભુતના દેહને રે, પડતાં શી છે વાર;
દાસ નારણ કે'હરિ ભજીરે, તમે ઉતરો ભવજળ પાર.અવ.૫

મૂળ પદ

ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી