ચેતો ચેતો ચતુર સુજાણ, મરણ આવ્યું ઢુકડું;૨/૪

પદ-૨/૪
પદ-૧૬૮
 
ચેતો ચેતો ચતુર સુજાણ, મરણ આવ્યું ઢુકડું;નથી કેશ કાળાનું એંધાણ, મરણ આવ્યું ઢુંકડું. ટેક.
અમુલખ આવિયોરે, હરિ ભજવાનો જોગ;હરિ ભજી લ્યો હેતમાંરે, તો જાશે ભવાબ્ધિ રેગ. મરણ.૧
અચાનક તેડું આવશે, તે નહિ પાછું જાય;પલમાં હતા ન હતા થઇ જશોરે, ત્યારે ધાર્યું રહેશે મનમાંય. મરણ.૨
દંત સહુ ડગી ગયારે, ચોંટી ગઇ તે ચામ;આંખે થયો છે આંધળોરે, તોયે જપ્યા નહિ ઘનશ્યામ. મરણ.૩
દેહ ગેહને કારણ રે, વેઠ્યું દુઃખ અપાર;દયા કિધાં નહિરે, વળી કીધો ન પર ઉપકાર. મરણ.૪
ક્ષણભંગુર આ દેહનો રે, કરવો નહિ વિશ્વાસ;ભાવ ધરી હરિને ભજોરે, એમ કહે છે નારણદાસ. મરણ.૫

મૂળ પદ

ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી