નિત્ય કાળ કરી રહ્યો કોપ, ભજન કરો ભાવથી;૩/૪

પદ-૩/૪
પદ-૧૬૯
નિત્ય કાળ કરી રહ્યો કોપ, ભજન કરો ભાવથી;
જેમ તુંબડાને તોડે ટોપ, ભજન કરો ભાવથી.ટેક.
બકરી બહુ બળવંતરે, આવી સિંહની પાસ;
ખબર વિના ખુબી કરેરે, નથી ઉગરવાની આશ.ભજન.૧
મીન પડીને જાળમાં રે, મનમાં બહુ મલકાય;
માછી દોરી તાણશે રે, ત્યારે મીન તરત મરી જાય.ભજન.૨
માખી પર મેંડક ધસ્યો, ભક્ષ કરવા ઉમંગ;
મેંડક મન મગન થયોરે પણ એને ધાયો છે ભોરીંગ.ભજન.૩
ઘંટીમાં જે આવીયા રે, તે કણ સહુ દળાય;
તેમ માયા જંજાળમાંરે, જોને જીવ ઘણા રંધાય.ભજન.૪
કાળ ઝપાટો આકરો રે પલમાં પકડી જાય;
એટલા સારુ હરિ ભજોરે, એમ દાસ નારાયણ ગાય.ભજન.

મૂળ પદ

ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી