અવિનાશી વિના અંતકાળે, નથી કોઇ કોઇનું.૪/૪

 પદ-૪/૪                                 પદ-૧૭૦

અવિનાશી વિના અંતકાળે, નથી કોઇ કોઇનું.
મહા મરણનું દુઃખ વિશાળ, નથી કોઇ કોઇનું.                ટેક.
કુટુંબ કબિલો કામની રે, પુત્ર ને પરિવાર;
અંત સમે પ્રભુ વિના રે, તારે એકે નથી આધાર            નથી.૧
જીભ તારી ટૂંકી થશેરે, મુખડે નહિ બોલાય;
આંખે તેજ ઘટી જશે રે, વળી શ્રવણે નહિ સંભળાય.     નથી.૨
જમડા જીવને લઇ જશે રે, મારી માર અપાર;
સગા સંબંધી સૌ મળીરે, એ તો જુઠડાં કરશે પોકાર.     નથી.૩
જરૂર આડાં આવશેરે, કીધાં કરમ કઠોર;
પાપ તપાસી મારશેરે, દુઃ'ખ વેઠશે દૈવનો ચોર.           નથી.૪
પામર પિડા પામશેરે, ભજ્યા વિના ભગવાન;
એટલા સારુ હરિ ભજોરે, કહે નારણદાસ નિદાન.          નથી.૫
 

મૂળ પદ

ભજો ભાવ ધરી ભગવાન, અવસર આવો નહિ મળે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી