જીવ રાજારે કિયે દેશથી આવ્યા કેને ઘેર જાવ છો; ૧/૧

પદ-૧/૧ (રાગ :વિવાહ ગીતનો)
 
જીવ રાજારે કિયે દેશથી આવ્યા કેને ઘેર જાવ છો;
જીવ રાજા રે કોણે અવતાર આપ્યો કોનાં અન્ન ખાવ છો.
જીવ રાજા રે તમે શું કરવા આવ્યા ને શું કામ થાય છે;
જીવ રાજા રે મારું મારું તે કરતાં જનમ વહી જાય છે.
જીવ રાજા રે શીદ અવળું તે ચાલો આગળ બધું આવશે;
જીવ રાજા રે જમ મારશે માર ત્યાં કોણ મૂકાવશે.
જીવ રાજા રે કે'વાયા લખપતિ હીરા જડ્યા બારણે;
જીવ રાજા રે એક પૈસો ન આપ્યો કે પુન્યને કારણે.
જીવ રાજા રે હસ્તિ ઘોડાને ગાડી છત્ર શિર ધારતા;
જીવ રાજા રે એવા ગયા છે મરી જોને જખ મારતા.
જીવ રાજા રે જરી જોઇ વિચારી કરો અભિમાનને;
જીવ રાજારે કે'છે નારણદાસ ભજો ભગવાનને. ૬ 

મૂળ પદ

જીવ રાજારે કિયે દેશથી આવ્યા કેને ઘેર જાવ છો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી