નથી ગમતા નથી ગમતારે અભિમાની પ્રભુને નથી ગમતા; ૧/૧

પદ-૧/૧(રાગ : ભાડુ ભાડુ ભાડુરે)
પદ-૧૭૨
નથી ગમતા નથી ગમતારે અભિમાની પ્રભુને નથી ગમતા;
શિશ નમાવી નથી નમતારે.અભિમાની.ટેક
જે કુંભકરણ ને રાવણ સરીખા, રામ રૂપ ધરી કર્યા રમતારે.અ.
દુર્યોધન હિરણાકંશ રાજા, મરી ગયા છોડી મમતારે.અ.
અભિમાન ધરી ધરી હારીને બેઠા, ડુબી ગયા દેવતાને દમતારે.અ.
નારણદાસના નાથ ભજ્યા વિના, ચોરાશીમાં ભવોભવ ભમતારે.અ.

મૂળ પદ

નથી ગમતા નથી ગમતારે અભિમાની પ્રભુને નથી ગમતા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી