ભાવે ભજોને ભગવાનરે, અવસર આવો નાવે ફરી.૧/૨

પદ-૧/૨(રાગ : મારો રામ ગયો છે વનવાસરે)
પદ-૧૭૪
ભાવે ભજોને ભગવાનરે, અવસર આવો નાવે ફરી. ટેક.
દુર્લભ દેહ આ મોંઘો મનુષ્યનો રે, ચિંતામણીની સમાન રે.અ.
શ્યામ સલૂણા સાથે સ્નેહ કરોતો રે આપે અભય પદ દાન રે.અ
હરિજન સંગાતે ઘણું હેત વધારો રે, મનનું મુકીને અભિમાન રે.અ
નારાયણદાસનો નાથ ભજી લ્યો રે, પ્રીતે હરિરસનું કરો પાનરે.અ

મૂળ પદ

ભાવે ભજોને ભગવાનરે, અવસર આવો નાવે ફરી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી