નથી એક ઘડીનો નિરધાર રે, પલમાં દેહ જાશે પડી;૨/૨

પદ-૨/૨
૧૭૫
નથી એક ઘડીનો નિરધાર રે, પલમાં દેહ જાશે પડી;
કાયા ને માયા નથી રહેવાનીરે,
જાતાં નહિ લાગે એને વાર રે.પલમાં.૧
ધન જોબન રંગ પતંગ સરખોરે,
સ્વપ્ના સરખો છે આ સંસાર રે.પલમાં.૨
પ્રીત સહિત નિત્યે પ્રભુને ભજી લ્યોરે,
સફળ થશે આ અવતાર રે પલમાં.૩
નારાયણદાસના નાથને ભજીનેરે,
ઉતરીયે ભવસાગરની પાર રે.પલમાં.૪

મૂળ પદ

ભાવે ભજોને ભગવાનરે, અવસર આવો નાવે ફરી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી