લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.૧/૮

પદ-૧/૮ (રાગ :ભોજા ભગતના ચાબખાનો)
પદ-૧૭૬
લઇ લ્યો હરિ સંગે લા'વો રે, ફરી નહિ મળે વખત આવો.ટેક.
અવર ઉપાય તમે અળગા કરીને એક પ્રભુના ગુણ ગાવો;
એક પલકમાં ઉખડી તે જશે જમદૂતનો દાવોરે.લઇ લ્યો.૧
મે'ર કરીને આજ ઘેર પધાર્યા મોહનવર માવો;
ભાવ ધરી તેની ભક્તિ કરીને ગર્ભવાસમાં નાવો રે.લઇ લ્યો.૨
અમૃતનો છોડ તમે ઉખાડી દઇને વિષને શીદ વાવો;
સુધા પાનને છેટે કરીને શીદ સોમલખાર ખાવોરે.લઇ લ્યો.૩
નિર્માની થઇને નાથને ભજો તો ભૂધરને મન ભાવો;
દાસ નારણના સ્વામીને સેવી અક્ષરમાં આવોરે, લઇ લ્યો.૪

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી