ઠઠા શું બેઠો ઠરીરે, જોને મમો ગયો છે મરી.૫/૮

પદ ૫/૮
પદ-૧૮૦
ઠઠા શું બેઠો ઠરીરે, જોને મમો ગયો છે મરી.ટેક.
એક મુવો ને એક માંદો પડ્યો છે, એક નવ ખાય જરી;
એકને બાળીને ઘેર આવ્યા, એકની પાલખી કરીરે.ઠઠા.૧
નાનાં ને મોટાં એમ નિત્ય મરે છે, કોઇ નથી રહેતું ઠરી;
એટલા જ સારું માન મુકીને, ભજ ગોવિંદ હરિ રે.ઠઠા.૨
મેડી હવેલી ને માલ ખજીના, સંપત રહેશે ધરી;
જમની સાથે જાવું તે પડશે, પાપનાં પોટલાં ભરીરે.ઠઠા.૩
દુર્લભ દેહ આ મોંઘો મનુષ્યનો, તે નહિ આવે ફરી;
નારણદાસ કહે ચેત ચેત અંધા, વેળા જાય છે ખરી ઠઠા.૪

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી