ટટા વહી જશે ટાણું, વળતાં નહિ પડે ઠેકાણું.૬/૮

પદ ૬/૮ પદ-૧૮૧
પદ-૧૮૧
ટટા વહી જશે ટાણું, વળતાં નહિ પડે ઠેકાણું.ટેક.
માથે નગારાં તારે મોતનાં તે વાગે, મોજો તે શાની માણું;
બાંધી ઝકડીને જમ જશે પકડી, કોણ ડાહ્યું ને કોણ શાણું.ટટા.
મનુષ્ય દેહ ધરી માંસ ન ખાવું, એતો કુત્તા ને કાગનું ખાણું;
પરપંચ કરીને પારકું લેવું, એતો નરકે જવાનું નાણું.ટટા.
મોટો મુરખ જે ભૂખ્યો તે ઉઠે, મુકીને ભર્યું ભાણું;
એમજ અવતાર એળે ગુમાવ્યો, નામ હરિનું ન જાણ્યું.ટટા
દાન દયા ને સંત છોડી દીધું, માયામાં મન લલચાણું;
નારણદાસના નાથને ભજી લ્યો, અચાનક આવશે આણું.ટટા.

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી