ડડા ડહાપણ નહિ ચાલે રે, જમ જ્યારે આવી ગળે ઝાલે૭/૮

પદ ૭/૮
પદ-૧૮૨
ડડા ડહાપણ નહિ ચાલે રે, જમ જ્યારે આવી ગળે ઝાલે.રેક.
ખોટા ખલકમાં ખબર વિનાનો, મુષકની પેઠે મહાલે;
કાળ માંઝારી કોપ કરીને, આવી અચાનક ઝાલે ડડા.૧
છોગાં મેલીને વળી બાયડીને જુવે, છક ધરી છટામાં ચાલે;
પાપમાં પુરો ને બોલીમાં બુરો, પુન્યમાં પૈસો ન આલે. ડડા.૨
સામાના અવગુણ કરે ઉઘાડા, પોતાની ભૂલ્ય ના ભાળે;
સામાનું સુખ જોઇ દાઝે છે દીલમાં, બિન હક આત્માને બાળે. ડડા.૩
ચોરી અવેરી ને દારુ માટી ચાર, નિયમ જે નહિ પાળે;
નારણદાસના નાથને ભજ્યા વિણ, જમડા જરૂર વેર વાળે. ડડા.૪

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી