ઢઢા ઢોર વપુ ધરશો રે, જ્યારે તમે ચોરાશીમાં ફરશો.૮/૮

પદ૮/૮
પદ-૧૮૩
ઢઢા ઢોર વપુ ધરશો રે, જ્યારે તમે ચોરાશીમાં ફરશો.ટેક.
ચોરાશી લાખ વાર ચાર ખાણ મધ્યે, મરશો ને અવતરશો;
પશુ ને પક્ષીના દેહ ધરીને, જેમ તેમ પેટ ભરશો. ઢઢા.૧
બેલ બનીને તમે વેલ્યે જોડાશો, કાંધ પર ધુંસરીને ધરશો;
થાક બહુ લાગે ને ભુખ કોણ ભાંગે, આપ્યા વિના શું ચરશો. ઢઢા.૨
રાતે ને દહાડે તને જોડશે ગાડે, કોણ પૂછે ભૂખ્યો ને તરસ્યો;
હળવો હાલે તો આર ઘણી ઘાલે, માર ખાઇ ખાઇને મરશો. ઢઢા.૩
નાક તારું ફાડીને નાથ ઘાલે આડી, પછી જેમ વાળે તેમ વળશો;
ઘઉં ને બાજરો નિત્ય ઘંટીમાં, વિસ વિસ મણ દળશો. ઢઢા.૪
તિર્થમાં જાતાં તો પગ તારા દુઃખે ને, ઘાંચીની ઘાણી ફરશો;
સંત બોલાવે તો સમું ન જુવે, મફત મજુરી ત્યાં કરશો. ઢઢા.૫
કરશે જે જેવું તે ભોગવશે તેવું, કોણ એમાં સરસો નરસો;
નારણદાસના નાથને ભજ્યા વિણ, કિયે ઠેકાણે જઇ ઠરશો. ઢઢા.૬

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી