માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે  ૧/૪

પદ ૧/૪ (રાગ :અંતકાળે આવીરે)
પદ-૧૯૩
માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે,
નથી રહેવું ઝાઝું આ જગમાંય;
અચાનક આણું રે વીરા મારા આવશેરે,
કો'ને ભાઇ કેમ રહેવાય.માનવીયો.૧
પરોણા તરીકેરે, આવ્યા છઇએ આપણે રે,
મે'માની તો કરવી છે દિન ચાર;
પછી તો જાવું છે રે આપણા દેશમાંરે,
છોડીને તો સઘળો આ સંસાર.માનવીયો.૨
હવે તો ઉધારો રે નથી ભાઇ એહનોરે,
સંદેશા તો આવી ચુક્યા છે ચાર;
ચેતો ભાઇ ચેતો રે અવસર જાય છે રે,
હજી કાંઇ આવશે ભવનો પાર.માનવીયો.૩
હતા ને ન હતા રે પલમાં થઇ જશો રે,
પછી કોઇ પૂછશે નહિ તવ નામ;
નારાયણદાસ રે કે'છે હરિને ભજો રે,
ઠરવાનું ઠામ સદા ઘનશ્યામ.માનવીયો.૪

મૂળ પદ

માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી