જુવાની તો ચાલી રે વૃદ્ધપણું આવિયું રે, ૨/૪

પદ ૨/૪
પદ-૧૯૪
 
જુવાની તો ચાલી રે વૃદ્ધપણું આવિયું રે,
દંત તારા ડગી ગયા બતરીશ;
શ્રવણ થયા બેહેરા રે આંખે નથી સુજતું રે,
કાળા તે તો ધોળા થયા છે કેશ. જુવાની.૧
જનમારો ખોયોરે કુટુંબિના ફંદમાં રે,
ગાયા નહિ એક ઘડી ઘનશ્યામ;
ભુખ દુઃખ વેઠી રે ભેળા કર્યા રૂપિયા રે,
અંત સમે કશું ન આવે કામ. જુવાની.૨
બાગો ને બગીચા રે બંગલા બનાવિયા રે,
વિવાહ વરા કર્યા દસ બાર;
પુત્રને પરણાવ્યા રે વળાવી છે દીકરી રે,
ભૂલી ગયો ભજવા શ્રી કીરતાર. જુવાની.૩
કારખાનાં કીધાં રે વેપાર વધારીયો રે,
દેશો દેશ માલ ઘણો વખણાય;
નારાયણદાસ રે કે'છે હરિ ના ભજ્યો રે,
પલકમાં જમડા પકડી જાય. જુવાની.૪ 

મૂળ પદ

માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી