હું ને વળી મારું રે મેલી દેને મુરખા રે, ૩/૪

પદ૩/૪
પદ-૧૯૫
હું ને વળી મારું રે મેલી દેને મુરખા રે,
વારુ વીરા તારું નથી તલભાર;
નથી લેવું દેવું રે અંતકાળે આપણે રે,
પડી રહેશે માયા લાખ હજાર.હું ને વળી.૧
કોણ કોના પિતા રે કોણ કોના દિકરા રે,
કોણ કોના સગા સહોદર નાર;
કોણ કોના કાકા રે કોણ કોના બાંધવા રે,
કોણ કોના પુત્ર ને પરિવાર.હું ને વળી.૨
કાયા કુટુંબી રે કાયા રહે ત્યાં લાગી રે,
અંતકાળે સર્વે અળગા થાય;
વસમી વેળાએ રે સહુ રહે વેગળાં રે,
ઘડી પછી ઘેર પોતાને જાય.હું ને વળી.૩
એવું તો જાણીને રે ભજો ભગવાનનેરે,
છોડી દીયો સંસારની બહુ આશ;
પ્રભુને ભજીને રે થાઓ સદા સુખીયારે,
સત એમ કે'છે નારાયણદાસ.હું ને વળી.૪

મૂળ પદ

માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી