જીવલડા જાવું છે અચાનક આપણેરે, ૪/૪

પદ-૪/૪
પદ-૧૯૬
 
જીવલડા જાવું છે અચાનક આપણેરે,મુકી દયોને માનવીયો અભિમાન;
સુપના સરીખોરે આ સંસાર છેરે,ભજી લ્યોને ભાવ ધરી ભગવાન. જીવલડા.૧
પાણીના પરપોટા રે જેવો તારો દેહ છેરે,વિરા મારા વાદળની જેવી છાંય;
ઝાંઝવાનું પાણીરે કોઇ નથી પામતું રે,દોડી દોડી પામર પીવા જાય. જીવલડા.૨
કેડ તો બાંધીને રે બેઠા છઇએ આપણે રે,હાલું ચાલુ કરી રહ્યા તતકાળ;
હુકમ થયોને રે નગારાં તો વાગીયાંરે,જપિ લ્યોને હજી પણ જગપાળ. જીવલડા.૩
જીવાભાઇ જાગો રે અવસર જાય છેરે,તેતો નહિ આવે બીજીવાર;
નારાયણદાસ રે કે'છે હરિને ભજોરે,આવે તારો ભવસાગરનો પાર. જીવલડા.૪ 

મૂળ પદ

માનવીયો મરવું છે રે, એક દિન આપણે રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી