દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી ૧/૪

દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી;
	આધિ વ્યાધિની અંતર થકી, હોળી પલ ન હોલાયજી...દુ:ખ૦ ૧
ત્રિવિધ તાપે તપી રહ્યો, સઘળો આ સંસારજી;
	કાયા માયાને કારણે, વેઠે વેદના અપારજી...દુ:ખ૦ ૨
કામ ક્રોધ મદ લોભની, લાગી ઘેર ઘેર લાયજી;
	ધરતી ધન ને ત્રિયા તણો, ઝઘડો ઘેર ઘેર થાયજી...દુ:ખ૦ ૩
વિના વિવેક વઢી મરે, કોડી બદલે કુટાયજી;
	મોહ મમતાને મારગે, મૂડી ઘરની લૂંટાયજી...દુ:ખ૦ ૪
ચક્રપાણિના ચરણ વિના, નથી શાંતિ લગારજી;
	નારણદાસનો નાથજી, સદા સુખનો ભંડારજી...દુ:ખ૦ ૫
 

મૂળ પદ

દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી

મળતા રાગ

ઢાળ : જનુની જીવો રે ગોપીચંદની

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી