કોઈ બહેરો ને બોબડો, કોઈ અંધ અપંગજી ૨/૪

કોઈ બહેરો ને બોબડો, કોઈ અંધ અપંગજી;
	કોઈ લૂલો ને કોઈ પાંગળો, કોઈ કોઢવાળો અંગજી...દુ:ખ૦ ૧
વિત્તવાળાને સુત ના મળે, સુતવાળો નિર્વિત્તજી;
	જુગલ વસ્તુ જેને હોય તે, રોગી હોય ખચિતજી...દુ:ખ૦ ૨
રૂપવંતીમાં ગુણ જ નહિ, ગુણિયલમાં રૂપ નોયજી;
	ઉભય વસ્તુ જેને હોય તે, વિધવા કે વંઝા હોયજી...દુ:ખ૦ ૩
કંથ વિના દુ:ખી કામની, અંધ આંખ વિનાયજી;
	બંધુ વિના દુ:ખી બેનડી, પુત્ર વિણ દુ:ખી માયજી...દુ:ખ૦ ૪
સ્થિતિ સરખી સદા નવ રહે, ચઢતી પડતી થાયજી;
	માટે ભજો ભગવાનને, દાસ નારાયણ ગાયજી...દુ:ખ૦ ૫
 

મૂળ પદ

દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી

મળતા રાગ

ઢાળ : જનુની જીવો રે ગોપીચંદની

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી