એક કહે રે ધન માહરું, લૂંટી લઈ ગયા ચોરજી ૩/૪

એક કહે રે ધન માહરું, લૂંટી લઈ ગયા ચોરજી;
	બીજો કહે રે સુત માહરો, મૂઓ આજ બપોરજી...દુ:ખ૦ ૧
એક કહે રે મારા દેહને, આવ્યો રોગ અપારજી;
	બીજો કહે રે નાનાં બાળકાં, મૂકી મરી ગઈ નારજી...દુ:ખ૦ ૨
એક કહે છે વેપારમાં, ખોટ ગઈ એક લાખજી;
	બીજો કહે મારો બંગલો, બળી થઈ ગયો રાખજી...દુ:ખ૦ ૩
એક કહે રે પિતા માહરો, મૂઓ કોલેરા માંયજી;
	બીજો કહે રે બંધુ માહરો, રતિ અન્ન ન ખાયજી...દુ:ખ૦ ૪
એક કહે રે નથી દીકરા, નથી બીજો આધારજી;
	બીજો કહે રે શી ગતિ થશે, માથે ઋણ અપારજી...દુ:ખ૦ ૫
 

મૂળ પદ

દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી

મળતા રાગ

ઢાળ : જનુની જીવો રે ગોપીચંદની

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી