અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, તેમજ અગ્નિ ભય થાયજી ૪/૪

અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, તેમજ અગ્નિ ભય થાયજી;
	તીડ ઉંદર ને હિમનો, ઉપદ્રવ આખો ગણાયજી...દુ:ખ૦ ૧
અનંત પ્રકારની આફતો, આવે સંસાર માંયજી;
	દેહ ધરીને દુ:ખ ભોગવે, પીડા પંડમાં થાયજી...દુ:ખ૦ ૨
માયા મોહની જાળમાં, સળગે આ સંસારજી;
	કોટિક કષ્ટ સહે સદા, ચરાચર નરનારજી...દુ:ખ૦ ૩
ભક્તિ વિના ભવદુ:ખનો, કદી આવે નહિ અંતજી;
	જીજ્ઞાસુ જન જાણજો, કહે છે શાસ્ત્ર ને સંતજી...દુ:ખ૦ ૪
લખ્યાથી છે લક્ષ ઘણાં, દુ:ખ સંસાર માંયજી;
	નારણદાસના નાથને, ભજો ભવદુ:ખ જાયજી...દુ:ખ૦ ૫
 

મૂળ પદ

દુ:ખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યાં તે ન જાયજી

મળતા રાગ

ઢાળ : જનુની જીવો રે ગોપીચંદની

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી