હવે ભક્તિ તણા નવ ભેદ કહું વિસ્તારી રે;૩/૪

પદ-૩/૮

પદ-૨૦૩

હવે ભક્તિ તણા નવ ભેદ કહું વિસ્તારી રે;

સહુ સાંભળજો નરનાર અંતરમાં ધારીરે.૧

શ્રવણ કીર્તન સ્મરણ ચરણ સેવન અર્ચનરે;

છઠ્ઠી વંદન દાસ સખા આત્મ નિવેદનરે.૨

એવાં ભક્તિ તણાં નવ અંગ શાસ્ત્રોમાં ગાવેરે;

પ્રેમ લક્ષણા ભક્તિ અનુપ સર્વોપરી કાવેરે.૩

એવી ભક્તિ અતિ નિષ્કામ ભાવ ધરી કરશેરે;

તેનાં જન્મ મરણના દુઃખ હરિવર હરશેરે.૪

અતિ મગન થઇ મનમાંય હરિ ગુણ ગાશેરે;

તેને પ્રેમથી લાગે પાય નારાયણદાસે રે.૫

મૂળ પદ

હરિ ભક્તિ કરો ધરી ભાવ સહુ નર નારીરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી