શ્રવણ ભક્તિ કરી શુદ્ધ ભાવ પરિક્ષિત રાજેરે;૪/૪

પદ-૪/૪

પદ-૨૦૪

શ્રવણ ભક્તિ કરી શુદ્ધ ભાવ પરિક્ષિત રાજેરે;

કીર્તન ભક્તિ કરી શુકદેવ મોહન કાજેરે.૧

સ્મરણ ભક્તિ કરી પ્રહલાદ અતિ શિર સાટેરે;

નરવીરે તે નરસિંહ રૂપ ધર્યું જેને માટેરે.૨

પદ પંકજ સેવા અનુપ લક્ષ્મીજીએ લીધીરે;

ભક્તિ અરચન પ્રથુરાજન પ્રેમ ધરી કીધીરે.૩

કરી અક્રુરજીએ અનુપ વંદન ભક્તિરે;

દાસ ભાવે કરી હનુમંત નિર્મલ મતિરે.૪

સખા ભક્તિ કરી અર્જુન સર્વ સુખ લીધુંરે;

બળી રાજાએ તન મન ધન સમર્પણ કીધું રે.૫

હરિ ભક્તિ કરી હરિજન હરિરસ પીધોરે;

દાસ નારણ નિર્મળ મન સત્સંગ કીધોરે.૬

મૂળ પદ

હરિ ભક્તિ કરો ધરી ભાવ સહુ નર નારીરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી