નિત્ય ધરીયે હરિનું ધ્યાન રસિક જન રૂદિયામાં; ૧/૧

પદ-૧/૧ (રાગ :પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે)

પદ-૨૦૫
નિત્ય ધરીયે હરિનું ધ્યાન રસિક જન રૂદિયામાં;
સુખદાયક શ્રી ભગવાન રસિક જન રૂદિયામાં.ટેક.
મંગળ મૂર્તિ મહા પ્રભુની દિવ્ય સદા સાકાર રે;
તે મુરતિ નિજ ઉરમાં ધારો દિવ્ય સહિત અલંકાર.રસિક.૧
ત્રણ અવસ્થા ને ત્રણ શરીરથી પર જાણી નિજ રૂપરે;
બ્રહ્મની ભાવના કરી પોતાનુમાં થાવું હરિમાં તદરૂપ.રસિક.૨
જુગલ પદમાં ચિન્હ બિરાજે ષોડશ અતિ શુભ સારરે;
શ્રદ્ધા સહિત તેનું ચિંતવન કરતાં ઉતરીયે ભવપાર.રસિક.૩
અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવરે;
વર્જ અંકુશ ને કમળ ધ્વજા દક્ષિણ પદમાં નવ.રસિક.૪
ત્રિકોણ ધનુષ્ય ને ગોપદ કહીએ વ્યોમ કલશ ને મીનરે;
અર્ધચંદ્ર સહિત સપ્ત ડાબા પદમાં ચિન્હ.રસિક.૫
પાની પિંડી જુગલ જાનુ કટી કેસરી સમાનરે;
ઉદરમાં ત્રિવળી બિરાજે જાણે પીપળ પાન.રસિક.૬
સાથળ શોભે ને છાતી ઉપડતી ઉંડી નાભી ગંભીરરે;
દ્વિભુજ લાંબા ને શ્રવણ શોભે સુંદર શ્યામ શરીર.રસિક.૭
કંઠ ચિબુકને દંતની પંકિત અધર પ્રવાળ સમાનરે;
નાસિકા નમણી રાજીવ લોચન ભ્રકુટી જાણે કમાન.રસિક.૮
ભાલ તિલક અતિ સુંદર શોભે અંગો અંગ અલંકારરે.
વસ્ત્રાભુષણ સહીત છબી ઉર નારણદાસ ધરનાર.રસિક.૯

મૂળ પદ

નિત્ય ધરીયે હરિનું ધ્યાન રસિક જન રૂદિયામાં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી