સુણો હરિજન સૌ એક વાત અનુપમ સારી, આજ પ્રગટ્યા છે ભગવાન આપ અવતારી ૧/૪

પદ-૧/૪(રાગ :લાવણી)

પદ-૨૦૬

સુણો હરિજન સૌ એક વાત અનુપમ સારી;

આજ પ્રગટ્યા છે ભગવાન આપ અવતારી.૧

જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે ધરી ભાવે;

શુક શારદ નારદ શેષ અહોનિશ ગાવે.૨

તે અવની ઉપર આજ પધાર્યા વાલો;

હરિજનના હરવા તાપ ધરમનો લાલો.૩

દઇ દર્શન દીન દયાળ અભય પદ આપે;

શરણાગત સંતાપ સમૂળા કાપે.૪

સુંદરવર શ્રી ઘનશ્યામ સદા સુખકારી;

સત કે'છે નારણદાસ ભજો નરનારી.૫

મૂળ પદ

સુણો હરિજન સૌ એક વાત અનુપમ સારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી