મને મળીયા સહજાનંદ શ્યામ સુખકારી;૨/૪

પદ-૨/૪

પદ-૨૦૭

મને મળીયા સહજાનંદ શ્યામ સુખકારી;

મારું મનડું સ્થાપ્યું સ્થિર વાસના બાળી.૧

મારા પૂર્વ જન્મનાં પુન્ય સફલ વાલે કીધાં;

મને મેર કરી મહારાજ કે દર્શન દીધાં.૨

હરિ અક્ષરના આધાર વસ્યા વડતાલે;

આ સભા કરી સુખધામ ગોમતી પાળે.૩

આ બ્રહ્મચારીને સંત સભામાં શોભે;

આ હરિજનનો નહિ પાર જોઇ મન લોભે.૪

કર્યું ભાલે તિલક વૃષલાલે અતિ રૂપાળું;

ધરી શિરપર સુંદર પાઘ છોગાલું ભાળ્યું.૫

કરે પુષ્પ વૃષ્ટિ સહુ સુર લાભ બહુ લેવા;

એમ માગે નારણદાસ ચરણ રજ સેવા.૬

મૂળ પદ

સુણો હરિજન સૌ એક વાત અનુપમ સારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી