મહારાજ આજ વડતાલ પધાર્યા વાલો;૩/૪

પદ-૩/૪
પદ-૨૦૮
મહારાજ આજ વડતાલ પધાર્યા વાલો;
સખી ભરીને મોતિડે થાળ વધાવા ચાલો.૧
ઉરહાર શ્રી ધર્મકુમાર ગુલાબી પહેર્યા;
જોઇ રસિયાજીનું રૂપ ટળ્યા ભવ ફેરા.૨
શિર પાઘ નિરખવા લાગ સમુદર સુખનો;
વળી કાપે કષ્ટ અપાર ટળે ભય દુઃખનો.૩
વ્રજનાથ કડા બેઉ હાથ હેમના ભારી;
જરક્શીયો જામો લાલ ચાલ્ય શુભ સારી.૪
ભગવંત ભજો દઇ ચિત જન્મ વહી જાશે;
નહિ માને મુરખ લોક માર બહુ ખાશે.૫
સુખધામ મળ્યા ઘનશ્યામ કે લગની લાગી;
એમ કે'છે નારણદાસ ભ્રમણા ભાગી.૬

મૂળ પદ

સુણો હરિજન સૌ એક વાત, અનુપમ સારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી