મારા મનગમતા મહારાજ મંદિરિયે આવો;૪/૪

પદ-૪/૪
પદ-૨૦૯
મારા મનગમતા મહારાજ મંદિરીયે આવો;
સહુ કરવાને શુભ કાજ હસી બોલાવો.૧
મારા ચિત્તડાના છો ચોર મનોહર માવા;
નિત્ય રાખું રૂદિયામાંય દઉં નહિ જાવા.૨
મારા હઇડાના છો હાર પ્યાર ઉપજાવો;
આ શોભાના શણગાર દયા દિલ લાવો.૩
છો દિલડાના દરિયાવ ગુન્હા નવ ગણશો;
મારા શત્રુ સર્વે આજ હરિવર હણશો.૪
મુજ હૃદયકમળમાં રાજ રહો કરી વાસ;
એમ કર જોડીને કહે નારણદાસ.૫

મૂળ પદ

સુણો હરિજન સૌ એક વાત, અનુપમ સારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી