મને મળીયા સહજાનંદ અંતર જામીરે;૧/૨

પદ-૧/૨(રાગ :વાલા રમઝમ કરતા કાન)
પદ-૨૧૦
મને મળીયા સહજાનંદ અંતર જામીરે;
મારા ટળીયા છે ભવફંદ આનંદ પામીરે.૧
હરિ અક્ષરના આધાર વડતાલ વસિયારે;
જેના ગુણનો નાવે પાર રંગના રસિયારે.૨
આ ગોમતિમાં ઘનશ્યામ નટવર નાહ્યારે;
વળી નાહ્યા સંત તમામ હરિગુણ ગાયારે.૩
આ સભા કરી સુખધામ ગોમતિ ઘાટેરે;
ત્યાં આવ્યા ભકત તમામ દર્શન માટેરે.૪
આ અવતારી અવિનાશ અઢળક ઢળીયારે;
એમ કે'છે નારણદાસ મુજને મળીયારે.૫

મૂળ પદ

મને મળીયા સહજાનંદ અંતર જામીરે;

મળતા રાગ

વાલા રમઝમ કરતા કાન

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી