સખી ગુજરાતમાં એક ગામ વડતાલ કહીયેરે;૨/૨

પદ-૨/૨
પદ-૨૧૧
સખી ગુજરાતમાં એક ગામ વડતાલ કહીયેરે;
ત્યાં વસિયા સુંદરશ્યામ જોવા જઇએરે.૧
છે લક્ષ્મીનારાયણ દેવની સંગાતેરે;
રંગ રસિયો રાયરણછોડ જમણે હાથેરે.૨
છે મૂર્તિ રૂપ રસાળ મંગળકારીરે;
બહુ ઝળકે સુંદર ભાલ જાવું બલહારીરે.૩
આ ગણપતિ ગુણ ભંડાર છે દરવાજેરે;
વળી પવનસુત હનુમંત આપ બિરાજેરે.૪
બહુ નરનારી દર્શન કરવા આવેરે;
દાસ નારાયણ નિર્મળ મન હરિગુણ ગાવેરે.૫

મૂળ પદ

મને મળીયા સહજાનંદ અંતર જામીરે;

મળતા રાગ

વાલા રમઝમ કરતા કાન

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી