આજ એકાદશીનો દિન વ્રત મારે કરવું;૧/૧

 પદ-૧/૧(રાગ : લાવણી)
પદ-૨૧૨
આજ એકાદશીનો દિન વ્રત મારે કરવું;
મારે ભજવા શ્રી ભગવાન ધ્યાન હરિ ધરવું.           
આજ નાહવું નિર્મળ નીર ગોમતિ ઘાટે;
આજ નિંદ્ર કરવી ત્યાગ સુવું નહિ ખાટે.                  
બહુ હેતે ગુંથવા હાર હરિને ધરવા;
સેવા સામગ્રી સાથ પૂજા કરવા.                             
કરી સંત સંગમ આજ કે નિર્મળ થાવું;
વિસારી ઘરનું કામ કથામાં જાવું.                           
કોઇ કોટિ કરે ગૌદાન તિરથમાં જાવે;
પણ એકાદશીના વ્રત બરાબર નાવે.                     
આજ જાગરણ કેરુ પુન્ય સાંભળો કેવું;
આ કામ ક્રોધ ને લોભ ઉખાડે એવું.                        
આવ્યો દ્વાદશીનો દિન પર્વનો દહાડો;
કરી ભોજન બહુ પ્રકાર હરિને જમાડો.                    
આજ ઉજળાં લાવું અન્ન વિત્ત વાપરવા;
આજ પારણા પહેલાં પુન્યદાન મારે કરવાં.             
ઉદ્ધવ મતને અનુસાર જે એકાદશી કરશે;
કહે દાસ નારાયણ ભવજળપાર ઉતરશે.              

 

 
 

મૂળ પદ

આજ એકાદશીનો દિન વ્રત મારે કરવું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી