મારા પ્રીતમ જીવન પ્રાણરે, હો રસિયા સલૂણા રાજ.૧/૨

પદ-૧/૨(રાગ :પધારોને સહજાનંદજી હો)
પદ-૨૧૩
મારા પ્રીતમ જીવન પ્રાણરે, હો રસિયા સલૂણા રાજ.ટેક.
રૂપ તમારૂં જોઇને મોહી રહ્યું છે મન;
એક ઘડી અળગા નવ મેલું જીવ થકી જીવનરે.મારા.૧
અજબ રંગીલી આંખડી ભ્રકુટી જાણે કમાન;
કેસર તિલક ચળકી રહ્યું છે મુખડું ચંદ્ર સમાનરે.મારા.૨
શિર કલંગી શોભતી હૈડે ગુલાબી હાર;
બાજુ કાજુ નંગ મોતી જડ્યાં છે કુંડળ મકરાકારરે.મારા.૩
કોટિ મદન વદન છબી ઉપર વારૂં વાર હજાર;
નારણદાસના નાથ પધારો પ્રાણ તણા આધારરે.મારા.૪

મૂળ પદ

મારા પ્રીતમ જીવન પ્રાણરે, હો રસિયા સલુણા રાજ.

મળતા રાગ

પધારોને સહજાનંદજી હો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી