મારા હૈડા કેરા હારરે, હો પ્યારા પધારો ઘેર૨/૨

પદ-૨/૨
પદ-૨૧૪
મારા હૈડા કેરા હારરે, હો પ્યારા પધારો ઘેર .ટેક.
વાલમ વેલા આવજો સખા સહિત ભગવાન;
દીન જાણીને દયા કરી અમને દેજો દર્શન દાનરે.મારા.૧
રસિયાજી નિત્ય રાખજો અમપર હેત અપાર;
વિસારશો નહિ વિશ્વના વા'લા નયણાં તણા શણગારરે.મારા.૨
પરમ સ્નેહી પુરજો હૈડા કેરી હામ;
પ્રાણથી પ્યારા ધર્મ દુલારા ઠરવાનું તમે ઠામરે.મારા.૩
હંસ ગતિ હરિ ચાલતા અલબેલાજી આજ;
નારણદાસના નાથ પધારો મહેર કરી મહારાજરે.મારા.૪

મૂળ પદ

મારા પ્રીતમ જીવન પ્રાણરે, હો રસિયા સલુણા રાજ.

મળતા રાગ

પધારોને સહજાનંદજી હો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી