સુણજોરે એક અદભુત હરિનું ચરિત્ર ચમત્કારી.૧/૨

પદ-૧/૨(રાગ :થયા છો રે પતિ)
પદ-૨૧૫
સુણજોરે એક અદભુત હરિનું ચરિત્ર ચમત્કારી.ટેક.
એક સમયમાં જસોદા પ્રત્યે બોલ્યા વચન બળદેવ,
સુણ માત કહું વાત કૃષ્ણ ભ્રાત મૃતિકા ખાધી;
મોહનજીએ ગોવિંદ ગીરધારી.સુણજો.૧
કાન કુંવરને કહે જશોદા મૃતિકા ખાશો નહીં,
મહા મેવા જમ્યા જેવા ગમે તેવા;
ઘૃત સાકર પયમિસરી આપું મધુરી મોરારી.સુણજો.૨
જોઉં જીવન તારા મુખમાં મોહન શું ખાધું સુખધામ,
મુખ દેખાડો સુખ પમાડો દુઃખ મટાડો;
અલબેલા અંતરમાં ધરજો શિખામણ મારી.સુણજો.૩
મર્મ કરી વાલે મુખ ઉઘાડ્યું દીઠાં ચૌદ ભુવન,
સકલ અંડ નવખંડ મહાપ્રચંડ જશોમતિ જોઇ;
વિસ્મય પામ્યાં આશ્ચર્ય અતિભારી.સુણજો.૪
ભ્રાન્તિ પડી અતિ જશોમતિ શોચ કરે મન સાથ,
પુત્ર વહાલા કુંવર કાલા નંદલાલા આકુળ વ્યાકુળ થઇ;
હરિ ઉપર તન મન ધન વારી.સુણજો.૫

મૂળ પદ

સુણજોરે એક અદભુત હરિનું ચરિત્ર ચમત્કારી.

મળતા રાગ

સુણજોરે એક અદભુત હરિનું ચરિત્ર ચમત્કારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી