એકવાર ભૂખ્યા થયા કાન, જશોમતિ કરાવે પયપાન૨/૨

 પદ-૨/૨ પદ-૨૧૬
એકવાર ભૂખ્યા થયા કાન, જશોમતિ કરાવે પયપાન. ટેક.
એવે ચૂલે તે પય ઉભરાયું, જશોમતિનું મન ગભરાયુંરે;
મુક્યા ધાવતા શ્રી ભગવાન. જશોમતિ.૧
મુક્યા ધાવતા પ્રભુને અધૂરા, ચઢી રિસ ને વાલો થયા શુરારે;
ગયા ઘરમાં કરવા જયાન. જશોમતિ.૨
દહિ મહિનાં માટ જઇ ફોડ્યાં, ચઢી ઉપરને શિકાં તોડ્યાંરે;
તેડયાં મરકટને કરી સાન. જશોમતિ.૩
આખા ઘરમાં થયું રેલા છેલા.કર્યા મર્કટને બહુ ભેળાંરે;
ખાય ખવરાવે ને કરે તાન. જશોમતિ.૪
આવ્યા સુધારી જશોમતિ કાજ, જોઇ ભંજવાડને ચઢી દાઝરે;
લીધી લાકડી કરમાં નિદાન. જશોમતિ.૫
દોડ્યાં ઉતાવળાં જશોમતિ, હસ્તા હસ્તા નાઠા જગપતીરે;
ગ્રહ્યા જશોમતિયે જઇ કાન. જશોમતિ.૬
ધ્રુજે થરથર અંતરજામી.રૂવે બાળની પેઠે બહુનામીરે;
જેનું જોગી ધરે નિત્ય ધ્યાન. જશોમતિ.૭
પછી પ્રભુને બાંધવા સારુ, લાવ્યાં દામણ ઘરના હજારૂંરે;
માતા બાંધવા કરે છે અચાન. જશોમતિ.૮
જે જે દામણ સાંધતા જાય, બબે આંગળ નુન્ય તે થાયરે;
માતા વિસ્મય થયાં છે બેભાન. જશોમતિ.૯
ભક્તાધિન એ બિરદ વિચારી, એક દામે બંધાણા ગિરધારીરે;
રાખ્યું જશોમતિનું અતિમાન. જશોમતિ.૧૦
જ્યારે દામે બંધાણા વૃજવહાલો.દામોદાર કહેવાયા નંદલાલોરે;
તેને જાણે વિરલા બુદ્ધિવાન. જશોમતિ.૧૧
એવાં પ્રભુનાં ચરિત્ર અપાર, ગાય નારણદાસ ગુણ સારરે;
કરે અમૃત હરિ રસ પાન. જશોમતિ.૧૨

મૂળ પદ

સુણજોરે એક અદભુત હરિનું ચરિત્ર ચમત્કારી.

મળતા રાગ

થયા છો રે પતિ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી