પ્રેમવતીના પ્યારા રે પ્રાણ સ્નેહી પ્રેમવતીના પ્યારા.૧/૨

પદ-૧/૨(રાગ :દાસ પરે દયા લાવોરે)
પદ-૨૨૧
પ્રેમવતીના પ્યારા રે પ્રાણ સ્નેહી પ્રેમવતીના પ્યારા.ટેક.
કોટિક જગના રચનારા, સુરાસુર સરજનહારા;
વ્યાપક ને સૌથી ન્યારા ન્યારા રે.પ્રાણસ્નેહી.૧
નટવર છો નાથ અમારા, અમેં તો દાસ તમારા;
આંખોના ત્રીકમ તારા તારા રે.પ્રાણસ્નેહી.૨
અકળિત ને અપરમપારા, અજરામર ને અવિકારા;
પ્રેમીના પ્રાણ આધારા આધારારે.પ્રાણસ્નેહી.૩
નારણદાસ કહે છે, શ્રીજીને શરણે રહે છે;
સુંદરવર લાગો સારા સારા રે.પ્રાણસ્નેહી.૪

મૂળ પદ

પ્રેમવતીના પ્યારા રે પ્રાણ સ્નેહી પ્રેમવતીના પ્યારા.

મળતા રાગ

રાગ :દાસ પરે દયા લાવોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી