પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.૧/૪

પદ-૧/૪(રાગ :મને વ્રજ વાસ છે વહાલોરે)
પદ-૨૨૩
પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.ટેક.
ઘેર આવો તો ગોષ્ટી કરીયે બેસીને એકાંત,
હસતાં રમતાં હેતે ને પ્રીતે જાય દિવસ ને રાત;
વાલા મને મા વિસા'રો રે(૨)પાતળિયા.૧
મુખડું તારું નિરખીને હું હરખુ છું મનમાંય,
આનંદના ઉછાળા વધે પ્રેમ પુરો ઉભરાય;
લાગે મને સંસાર ખારો રે(૨)પાતળિયા.૨
તમ વિના ત્રણ ભુવનમાં વહાલું નથી બીજું કોઇ,
એક તમે ને સંત તમારા દિલમાં ગમે દોઇ;
ઉતરવા ભવનો આરો રે.(૨)પાતળિયા.૩
હાથનું લટકું મનડું હરે ચટકંતી રૂડી ચાલ,
લટકંતા મારે ઘેર પધારો લેરખડા નંદલાલ;
નારાયણ દાસ તમારો રે.(૨) પાતળિયા.૪

મૂળ પદ

પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.

મળતા રાગ

મને વ્રજ વાસ છે વહાલોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0