મનોહર મૂર્તિ તારી રે લાગે મને પ્રાણથી પ્યારીરે૨/૪

પદ-૨/૪ પદ-૨૨૪ મનોહર મુરતી તારી રે લાગે મને પ્રાણથી પ્યારીરે.ટેક. આંખડલી અણિયાળી દીસે ભ્રકુટી જાણે કમાન, મુખડે મધુરાં વેણ બોલો તો થાય ઘણું ગુલતાન; હૈડાના હાર હજારી રે.(૨) મનોહર.૧ સુદર પાઘ છાજે શિર પર વાંકી અતિ વામ ભાગ, મોરલી કેરો નાદ સુણીને ડોલે પાતાળી નાગ; વૃંદાવન ગાયો ચારી રે.(૨) મનોહર.૨ કાનમાં કુંડળ જરીનો જામો હૈડે ગુલાબી હાર, સુગંધ લેવા સમિપ આવી ભ્રમર કરે ગુંજાર; વધે ઉર આનંદ ભારી રે.(૨) મનોહર.૩ રસિયાજી મારા રૂદિયા મધ્યે રહો કરીને વાસ, ચરણ સેવા આપજો સદા માગે નારાયણદાસ; કરો ઘણી મેહેર મોરારી રે.(૨) મનોહર.૪

મૂળ પદ

પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.

મળતા રાગ

મને વ્રજ વાસ છે વહાલોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી