નાવલીયા નંદના લાલારે(૨)પીયુ મને પ્રાણથી વાલારે.૩/૪

પદ-૩/૪
પદ-૨૨૫
નાવલીયા નંદના લાલારે(૨)પીયુ મને પ્રાણથી વાલારે.ટેક.
પ્રાણ સ્નેહી પ્રેમ ધરીને પૂરો મનના કોડ,
ગોવિંદજી મારે ઘેર પધારો બેસીયે જોડા જોડ;
છબીલા છેલ છોગાળા રે (૨)નાવલીયા.૧
નાથજી મારા નેણની આગળ; રાખું રસિયા રાજ,
એક ઘડી અળગા નવ મુકું શામળિયા શિરતાજ;
રંગીલા રાજ રૂપાળા રે(૨)નાવલીયા.૨
શિતળ કરવા છાતી મારી આવો સલૂણા શ્યામ,
તમ વિના મને ગમતું નથી કરવું ઘરનું કામ;
માણીગર મોરલીવાળા રે(૨) નાવલીયા.૩
જે જોઇએ તે માગજો મોઢે શામળિયા સુખધામ,
મોહનજી મનગમતું માણો છોગાળા ઘનશ્યામ;
નારાયણદાસના વા'લા (૨)રે નાવલીયા.૪

મૂળ પદ

પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.

મળતા રાગ

મને વ્રજ વાસ છે વહાલોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી