દયાનિધિ દોષ નિવારોરે (૨) જેવો તેવો દાસ તમારોરે  ૪/૪

પદ-૪/૪
પદ-૨૨૬
દયાનિધિ દોષ નિવારોરે (૨) જેવો તેવો દાસ તમારોરે.ટેક.
ચરણ સેવક આપનો હું છું શામળિયા સુખદેણ,
આજ્ઞાની પત રાખજો પ્રભુ બોલી મધુરાં વેણ;
અક્ષરપતિ નાથ ઉગારો(૨) રે.દયા.૧
શિર સાટે સોબત કીધી શામળીયા સંગાથ,
તરછોડશો નહિ ત્રીકમજી હવે કોટી ભૂવનના નાથ;
સર્વાતીત કાર્ય સારો (૨) રે.દયા.૨
ભકતોની સારુ ભૂધરજી આપ ધરો અવતાર,

ભરુસો ભીંતર તારો(૨) રે.દયા.૩
અનંત કોટી બ્રહ્માંડના પોતે પાળક રાજાધિરાજ,
નારણદાસના નાથજી મારી લટકે રાખો લાજ;
વિનતી ઉરમાં ધારો (૨) રે.દયા.૪

મૂળ પદ

પાતળિયા ઘેર પધારોરે(૨)માણીગર મેહેર વધારો રે.

મળતા રાગ

મને વ્રજ વાસ છે વહાલોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી